ઉંમરલાયક દંપતીની માતા પિતા બનવાના સફરની કથા એટલે ‘કેરી ઓન કેસર’

1194 0
film_publicity_design_in_ahmedabad_lalji_wagh

સંવેદનશીલ કથાવસ્તુ  ધરાવતી  ફિલ્મ કેરી ઓન કેસનરું ટ્રેલર ગઈ કાલે અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતુ. જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહી હતી. ટ્રેલર લોન્ચ બાદ ત્યાં હાજર સૌએ  આ નવા વિષય વસ્તુને વધાવી લીધો હતો.

આધુનિક સમયમાં નવા કલેવરમાં બની રહેલી ગુજરાતી ફિલ્મસ માત્ર કોમેડી પૂરતી સીમિત રહી છે તે મહેણું નજીકના સમયમાં ભાંગી જશે તેવું પ્રથમ નજરે લાગી રહ્યું છે  ફિલ્મ કેરી ઓન કેસરનું ટ્રેલર જોતા. મોટી વયના દંપતી સુપ્રિયા પાઠક (કેસર) અને દર્શન જરીવાલ (શામજી પટેલ) વાનપ્રસ્થાશ્રમમાં એટલે કે પચાસની ઉઇંમરની આસપાસ પોહંચેલું દંપતી છે  જે ઇચ્છે છે તેમનું પોતાનું બાળક…અને આ બાળક વાંચ્છું દંપતીના જીવનમાં બાળનકી આશા સાથે આગમન થાય છે એની એટ લે કે અવનિ મોદીનું …. બીબાઢાળ રીતે ચાલતા દંપતીના જીવનમાં આ  યુવતીના આવ્યા બાદ કેવનો ફેરફાર આવે છે અને પેરિસથી આવતી એની ફણ ગુજરાતમાં આવીને શું કરે છે તે કથા વ્સુત આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું સંગીત સચીન જિગરે આપ્યું છે  જેના ગીતો લોકપ્રિય થઈ રહ્યા છે.

નિર્દેશક તરીકે વિપુલ મહેતા છે. તેઓ પહેલીવાર ગુજરાતી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.  અગાઉ તેમણે  ઘણા નાટકો  ડિરેક્ટ કર્યા છે પરંતુ ગુજરાતી ફિલ્મ પર પ્રથમ વાર હાથ અજમાવ્યો છે.  આ ફિલ્મમાં અવની મોદી સાથે  મુખ્ય હિરો ત રીકે રીતેશ મોઢ જોવા મળશે. તેમજ ફિલ્મમાં અર્તન ત્રિવેદી જેવા ઉમદા કલાકાર પણ ભૂમિકા કરી રહ્યા છે.

નિર્માતાઃ કમલેશ ભુપતાણી (ચકુ) અને ભાવના મોદી
સહનિર્માતાઃ અલીશા રફિક સોરઠીયા અને કુણાલ ભૂતા
લેખક- દિગ્દર્શકઃ વિપુલ મહેતા

સંવાદ લેખકઃ અંકિત ત્રિવેદી, ભૂમિકા ત્રિવેદી

કલાકારોઃ સુપ્રિયા પાઠક, દર્શન જરીવાલા, અવની મોદી, રિતેશ મોઢ, અર્ચન ત્રિવેદી અને અમિષ કે. તન્ના
સંગીતકારઃ સચિન- જિગર
રિલીઝ ડેટ: 18 નવેમ્બર, 2016

 

Credit

Mansi Patel