મનોજ જોશી એટલે ગુજરાતી, મરાઠી અને હિન્દી નાટકોના શ્રેષ્ઠ કલાકાર. અને હિન્દી સિનેમા માધ્યમમાં સફળ હોવાની સાથ- સાથે ગુજરાતી ફિલ્મોને પણ વેગ મળે એ આશય થી તેઓ ગુજરાતી ફિલ્મો પણ કરી રહ્યા છે. તેમની સાથેની રૂબરૂ મુલાકાતમાં એ સમજાયું કે એ શ્રેષ્ઠ કેમ છે? એક ગુજરાતી હોવાના નાતે એમની ગુજરાતી ફિલ્મ પ્રત્યેની લાગણી દેખાઈ. અને આટલું મોટું નામ હોવા છતાં એક દમ સરળ અને ડાઉન ટુ અર્થ માણસ છે. એમની બે ગુજરાતી ફિલ્મો ધર્મેશ મહેતા દિગ્દર્શિત ’પપ્પા તમને નહિ સમજાય’ અને બીજી એક ગુજરાતી ફિલ્મ ’તંબુરો’ રજુ થવા જઈ રહી છે. અને સેપ્ટેમ્બરમાં હિન્દી ફિલ્મ જુડવા-૨ પણ રજુ થઇ રહી છે. ત્યારે તેમની સાથેની ટૂંકી મુલાકાત તમારી સમક્ષ શેર કરૂં છું.
બેઝિકલી હું ઇન્ટર કોલેજીઅન કોમ્પિટિશન, ઇન્ટર સ્ટેટ કોમ્પિટિશન કરીને અહીંયા સુધી પહોંચ્યો છું. મરાઠી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણેય તખ્તા ગજવ્યા છે. પણ પહેલીવાર નક્કી કરવાનું થયું કે કઈ રંગભૂમિને પસંદ કરવી તો મેં મારી માતૃભાષા ને પસંદ કરી. અને એક સપનું હતું કે કયું નાટક કરવું ?તો એ નાટક લેખક મિહિરે લખ્યું એનું નામ હતું ’ચાણક્યા’. અને એ સપનું એટલું અદભુત હતું કે આજદિન સુધી એ નાટક અવિરત ચાલુ છે. એ પાત્રની ગરિમા છે, એ પાત્ર એવું છે કે આજે પણ લોકોને ગમે છે. એક લેખક અને એક અભિનેતા જયારે પેસેનેટકલી જોડાય, બંનેના એક જ સ્વપ્ન હોય ત્યારે અદભુત કૃતિ બની શકે એનું જીવંત ઉદાહરણ એટલે ’ચાણક્યા’. એના પછી ઘણી બધી સિરિયલો અને નાટકો પણ ઘણા કર્યા.”
હું ફકત નાટકો કરીને સંતુષ્ટ નથી રહ્યો, સિરિયલો પણ કરી, ફિલ્મો પણ કરી. ૩૫૦૦ થી ૪૦૦૦ એપિસોડ કરી ચુક્યો છું. ચાણક્યાના ૧૦૦૮મોં શા હમણાં જ પત્યો. મારી આખી ટીમ સમર્પિત છે. અત્યારે મારા મોટાભાગ ના શા દિવ્ય પ્રેમ સેવા મિશન આશ્રમ માટે જ કરી રહ્યો છું. દિવ્ય પ્રેમ સેવા મિશન આશ્રમ સાથે સેવા કરવા માટે જોડાયો છું. ત્યાં બાળકોને ભણાવવા માટે, દવા કરાવવા માટે દવાખાનું છે.૨૭૦ ઉપરાંત છોકરાઓ છે. ૬૦૦ ઉપરાંત વિધવાઓ છે. અને આશ્રમ ના કાર્યો માટે જ હું શા કરૂં છું.
ત્રણ ભાષા અને ત્રણ માધ્યમમાં સફળ
ત્રણેય માધ્યમોની શરૂઆત ૧૯૯૦માં થઇ. પણ પ્રથમ ફિલ્મ ’હું હુંશી હુંશીલાલ’ કરી, પ્રથમ સીરીઅલ પણ ૧૯૯૦માં થઇ એનું નામ ’રાહુ’ હતું. આમ તો નાટકો હું ૧૯૮૪થી કરી રહ્યો છું. પણ કોમર્શિયલી નાટક એટલે કે મોટો બ્રેક એ ૧૯૯૦ થી મળ્યો. ૧૯૯૬ માં મિહિર ભૂત લિખિત ’ચાણક્યા’ હિન્દીમાં કર્યું, જેના ૧૦૦૦ ઉપરાંત શા થઇ ગયા છે. અને હજી પણ ચાલુ જ છે. ૧૯૯૭ માં પહેલી મોટી ફિલ્મ કરી ’સરફરોશ’. અને એના પછી તો હિન્દી, મરાઠી, ગુજરાતી ત્રણેય ભાષાઓમાં મળીને ૧૦૮ ફિલ્મો થઇ છે. મરાઠી ફિલ્મ માટે માટે ગયા વર્ષે મને નેશનલ એવોર્ડ પણ મળ્યો. આટલું બધું કામ કર્યું છે તો આ ફિલ્ડના હિસાબે ફરવાની, વિચરવાની બહુ મજા આવી અને પ્રેક્ષકોનો પ્રેમ પણ એટલો જ મળ્યો છે. ગુજરાતી ફિલ્મો સક્ષમ,સ્થિર સ્થાવર થાય, સુદૃઢ થાય, લોકો જોવા આવે એવી પરિસ્થિતિ સર્જાય એ માટે ગુજરાત સરકાર નો આભારી પણ એટલા માટે છું કે એ પોલિસી કરવામાં આવી કે જેને લીધે ગુજરાતી ફિલ્મોને આધાર મળે, સબસીડી મળે અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઇઝ સક્ષમ થાય.”
મનોજ જોશી વધુમાં જણાવે છે કે “ ગુજરાતી ફિલ્મોની સાથે-સાથે વર્ષમાં ત્રણ ચાર હિન્દી ફિલ્મો કરૂં જ છું. ૨૯ સેપ્ટેમ્બરે મારી હિન્દી ફિલ્મ ડેવિડ ધવન દિગ્દર્શિત અને વરૂણ ધવન અભિનીત જુડવા-૨ રજુ થઇ રહી છે. ગુજરાતી ફિલ્મો કરવી મને ગમે છે. હું જો ફિલ્મો જ ના કરતો હોવ અને કહું કે ફિલ્મો જ સારી નથી બનતી. તો એ કહેવાનો મને કોઈ અધિકાર નથી. હા, હું દરેક જોનરની ફિલ્મ કરવા માંગુ છું. ભારતમાં દરેક જગ્યાએ રિજનલ ફિલ્મો આગળ છે. તો ગુજરાતી ફિલ્મ જગત પણ વંચિત ના રહે એવા મારા પ્રયાસો છે. પ્રેક્ષકોને સારી ફિલ્મો આપવી છે.”
’ટંબૂરો’ વિશે
” ’તંબુરો’ એ તીરછી ટાઈપ ની હ્યુમર છે. આવા કેરેકટર તમને રીયલ દુનિયામાં પણ જોવા મળે જ. ત્રણ યુવાનોની વાર્તા છે. દરેક જણ પોત પોતાની રીતે લાઈફની સ્ટ્રગલ કરતુ હોય છે. દરેક જણ પોતાનું વાદ્ય લઈને નીકળે છે. કોક નું સુરીલું વાગે કે કોક ના તાર તૂટી જાય છે. એ પ્રકારની લોકોને ગમે એવી મનોરંજનાત્મક, સદંતર એન્ટરટેઇન્મેન્ટ ઓરિએન્ટેડ અને યુવા પ્રેક્ષક વર્ગ માટે પણ સરસ વાત છે. યંગ ટીમ છે, પ્રતીક ગાંધી છે, જયેશ છે, ઓજસ છે તથા ઘણા બધા સારા કલાકારો છે. અને દિગ્દર્શક મુંબઈનો જ છે. દિગ્દર્શક અને નિર્માતા બંને નોન-ગુજરાતી હોવા છતાં બિગ બજેટની ગુજરાતી ફિલ્મ બનાવી છે. એ પણ એક સારી ઘટના આપડી ઈન્ડસ્ટ્રીઇઝ માટે છે. મારુ કેરેકેટર લેન્થના પ્રમાણે ભલે થોડું નાનું હોય પણ એ ફિલ્મમાં પુરે પૂરું મનોરંજન કરાવશે.”
’પપ્પા તમને નહિ સમજાય’ વિશે
” આ પ્રકારની ફિલ્મ મેં અત્યાર સુધી ક્યારેય પણ નથી કરી. એટલે સરપ્રાઈઝ પેકેજ છે. એમા વાર્તા ની દ્રષ્ટિએ આજકાલ નું જે જનરેશન છે એ હંમેશા પપ્પાને કહેતું હોય છે કે તમને નહિ સમજાય દા.ત. પપ્પા ટેકનોસેવી નથી અને મોબાઈલમાં ખબર ના પડે તો કહે છે “પપ્પા તમને નહિ સમજાય લાવો ને અહીંયા.” એક ૪૫-૫૦ વર્ષની ઉંમર નો બાપ અને ૨૦-૨૨ વર્ષની ઉમર નો છોકરો છે. બાપે જે દિવસો જોયા છે એ દીકરાએ નથી જોયા. પર્ટિક્યુલર અમદાવાદ માં તેમણે જે જિંદગી જોઈ છે અને હવે છોકરાઓ માટે શિક્ષણ થી માંડી ટેકનોલોજીની ઘણી બધી બારીઓ ખુલી ગઇ છે. અને ત્યારે જે સમજાવવાની વાત છે. એ આ ફિલ્મમાં છે. અને કોણ કોને સમજાવે છે એ તો ફિલ્મ જોશો તો જ ખબર પડશે.(નિખાલસ મર્માળુ સ્મિત સાથે કહે છે). એક અદભુત જનરેશન ગેપ માટે ની ફિલ્મ, બાપ અને દીકરાનો અદભુત પ્રેમ, સમર્પણ, ફેમિલી બોન્ડિંગ અને જબરદસ્ત હ્યુમર પણ છે. “પપ્પા તમને નહિ સમજાય” એ એક સંપૂર્ણ
આભાર – નિહારીકા રવિયા
No Comments