બોલીવુડ માં કેટલીક અભિનેત્રીઓ એવી છે જેને અશંખ્ય ફિલ્મો કરી હોવા છતાં તેને મસાલા ફિલ્મો ની ટોચ ની હિરોઈન જેટલી પબ્લિસિટી મળતી નથી.

1108 0

બોલીવુડ માં કેટલીક અભિનેત્રીઓ એવી છે જેને અશંખ્ય ફિલ્મો કરી હોવા છતાં તેને મસાલા ફિલ્મો ની ટોચ ની હિરોઈન જેટલી પબ્લિસિટી મળતી નથી. અભિનેત્રી દિવ્યા દત્તા નું નામ આવી અભિનેત્રીઓમાં આવે છે. અત્યાર સુધી તે ૧૦૦ ઉપરાંત ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે. અને એક પુસ્તક પણ લખ્યું છે.

હિન્દી ફિલ્મોદ્યોગ ના ટોચ ના સર્જકો સાથે કામ કરનાર દિવ્યા કહે છે કે ” કોઈ પણ ફિલ્મ લેતી વખતે હું મારા મન ની વાત સાંભળું છું. જો મારુ મન ના માને તો હું તે ફિલ્મ કરતી નથી.” દિવ્યા એ અત્યાર સુધી જે પ્રકાર ની વધુમાં વધુ ફિલ્મો કરી છે તે જોતા તેને ‘ ક્વિન ઓફ પેરેલલ સિનેમા’ નું બિરુદ મળ્યું છે. એક સમય માં સ્વ. સ્મિતા પાટીલને આ બિરુદ મળ્યું હતું. આ વિષે કહે છે “આવી ફિલ્મો ને આજે ન્યુ વેવ સિનેમા કહેવામાં આવે છે. ખરેખર તો પેરેલલ અથવા તો આર્ટ સિનેમામાં બધું જ હોય છે. આમ, છતાં બિગ બજેટ ફિલ્મ નથી હોતી. પરિણામે ઘણી વખત તો ભારતમાં આ ફિલ્મો રજુ પણ નથી થતી. હા, આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં તે ખુબ પ્રશંસા પામે છે.”
” ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘બદલાપુર’ જેવી કોમર્શિયલ ફિલ્મો માં પણ કામ કર્યું છે. મારી ફિલ્મ ‘ટ્રાફિક’ કોમર્શિયલ અને પેરેલલ સિનેમા વચ્ચેની કેટેગરી માં આવે છે. ‘ ચોક એન્ડ ડસ્ટર’ માં ઘણા મોટા સ્ટાર અને કલાકારો પણ હતા.આ ફિલ્મ ની ગણના પેરેલલ સિનેમામાં થતી હોવા છતાં તેને કોમર્શિઅલ ટચ આપવામાં આવ્યો હતો. ‘ઈરાદા’ ને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. આ ફિલ્મો ની કહાની એકદમ રસપ્રદ હતી.”

“મેં શ્યામ બેનેગલ જેવા દિગ્ગજ ફિલ્મ સર્જક સાથે પાંચ ફિલ્મો માં કામ કર્યું છે અને અને હજી એક ફિલ્મ કરવાની છું. મેં રાકેશ મેહરા સાથે પણ કામ કર્યું છે. ટુંક માં મેં બધા જ પ્રકાર ની ફિલ્મો કરી છે. આમ, છતાં હું મસાલા ફિલ્મો ની હિરોઈન નથી ગણાતી, પણ પેરેલલ સિનેમા ની હીરોઇન ગણાઉં છું. એનું કારણ એ છે કે મેં સલમાન, શાહરુખ સાથે પરદા પર રોમાન્સ નથી કર્યો. વાસ્તવ માં આપડે ત્યાં આવા ટોચ ના સ્ટાર્સ સાથે બે -ત્રણ રોમેન્ટિક સીન કરનાર અભિનેત્રી પણ હિરોઈન ગણાય છે. અને એ ફિલ્મમાં મારા જેવી અભિનેત્રીના એના કરતા વધારે સીન હોય તો ય હિરોઈન ના ગણાય. જો કે એ વાત નો મને કોઈ અફસોસ નથી. કારણકે મેં અત્યાર સુધી સંખ્યાબંધ લાજવાબ પાત્રો ભજવ્યા છે. મને એ વાત નો આનંદ છે કે એક અભિનેત્રી તરીકે હું કઈ કેટલીયે સ્ત્રીઓની જિંદગી જીવું છું.”

દિવ્યા મસાલા ફિલ્મો અને પેરેલલ ફિલ્મો વિશે કહે છે કે ” પેરેલલ ફિલ્મો ને મસાલા ફિલ્મો જેટલા દર્શકો નથી મળતા અને આમ થવું એ સ્વાભાવિક છે. એનો મને કોઈ રંજ નથી. પ્રત્યેક ફિલ્મ નો એક ચોક્કસ વર્ગ હોય છે. મસાલા ફિલ્મો નો દર્શક વર્ગ બહોળો છે. જયારે પેરેલલ સિનેમાના દર્શકો માર્યાદિત હોવા છતાં તેમની પસંદગી એકદમ ઊંચી હોય છે. વળી કોઈ પણ બોક્સ ઓફિસ પર કેટલી સફળ થાય છે અને કેટલી નહિ તે એકલી મારા હાથની વાત નથી. તેથી હું એમ વિચારું છું કે દર્શકોને મારુ કામ ગમ્યું કે નહિ.”

દિવ્યા માં ગજબ નો આત્મવિશ્વાસ છે. તે કહે છે “જો તમારે કોઈ ફિલ્મ માં કામ કરવું હોય તો તમારે એના સર્જક ને મળવું જોઈએ. મને એમાં કઈ ખોટું નથી લાગતું. હું બોલીવુડ ના બધા જ દિગ્દર્શકો ને મળી છું. અને મારુ એક ફિલ્મનું કામ જોયા પછી બીજી ને બીજી નું કામ જોયા પછી ત્રીજી ફિલ્મ મળી છે. મને ૭૦% ફિલ્મો આ રીતે મળી છે. જયારે ૩૦% ફિલ્મો યોગાનુયોગે મળી છે. કહેવાનો અર્થ એ છે કે કોઈ ફિલ્મ સર્જક ફિલ્મ બનાવતા હોય ત્યારે હું તેમને ફોન કરૂં તો તેઓ મને એમ કહે છે કે ….’અરે નવાઈ વાત છે કે અમને તારું નામ કેમ ના સુજ્યું?’ અને મને ફિલ્મ મળી જાય.”

દિવ્યા કોઈ પણ ફિલ્મ ને સ્વીકારતા પહેલા સૌ પ્રથમ એવું વિચારે છે કે આ ભૂમિકા અત્યાર સુધી તેણે ભજવેલા પાત્રો કરતા કેટલી જુદી રીતે ભજવી શકશે. દિવ્યા ને એ વાત ની ખુશી છે કે તેણે અત્યાર સુધી ૧૦૦ ઉપરાંત ફિલ્મો કરી છે. અને તે પણ શ્યામ બેનેગલ, રિતુપર્ણા, યશ ચોપરા, શ્રીરામ રાઘવન, નીરજ પાંડે જેવા ટોચ ના સર્જકો સાથે કામ કર્યું છે. તેનું માનવું છે કે “દર્શકોને હંમેશા હૃદય સ્પર્શી ભૂમિકાઓ લાંબા સમય સુધી યાદ રહે છે. મને પણ આવા રોલ કરવા ગમે છે. તેથી સંવેદનાઓને – લાગણીઓને ઝકઝોરી દેતી ભૂમિકાઓ હંમેશા મારી પ્રથમ પસંદગી રહી છે. મારે કોમેડી ફિલ્મ પણ કરવી છે.”

– Gujratifilms.com