માતૃભાષામાં કામ કરવું હતું પરંતુ પ્રથમ વાર મળી આવી સારી સ્ક્રિપ્ટઃ સુપ્રિયા પાઠક ગુજરાતી ફિલ્મસ સાથે જોડાતા આટલી બધી વાર કેમ થઈ?

1196 0

 

 

મારે તો ઘણા સમયથી કામ કરવું હતુ પરંતુ નવા પ્રવાહમાં પણ જે રીતની ગુજરાતી ફિલ્મસ આવી રહી હતી તે મને પસંદ નહોતી. સસ્તી કોમેડી આપીને આપણે એવું ન કહી શકીએ કે  આ નવા જમાનાની ગુજરાતી ફિલ્મ છે. જ્યારે મારી પાસે કેરી ઓન કેસરની   પટકથા આવી ત્યારે  તો  મને થયું કે ખરેખર સારી ગુણવત્તાવાળી  ફિલ્મ કરવી હોય તો આ એક ઉત્તમ ફિલ્મ છે કામ કરવા માટે. એટલે આ ફિલ્મ પસંદ કરી.

રામ-લીલાના ધનકોરના પાત્રની ખંધાઈ અને જડતા અને કેસરની  સૌમ્યતા આ પાત્ર પલટો કેવી રીતે થાય છે?

રામ લીલામાં ધનકોર પતિ વિનાની એવી સ્ત્રી હતી તેણે બંદૂકનો ધંધો ચલાવાવનો હતો આ કામ તે શાંતિથી ન કરી શકે વળી એક દીકરીની મા… એટલા માટે મારે વજન વધારવું પડ્યું કારણ કે  સંવાદ અને શરીરથી જ મારી જબરાઈ બતાવાવની હતી. જ્યારે કેસર એકદમ સૌમ્ય છે. મા બનવાની ઇચ્છા ધરાવે છે અને તેની અંદર પણ એક સામાન્ય સ્ત્રી જીવે છે. બસ તેને મારે મારી અંદર અનુભવવાની હતી એટલે આપોઆપ શૂટિંગ સમયે કેસરની તમામ અનુભૂતિ હું અભિનયમાં લાવતી હતી.

 રિયલ લાઇફમાં તમે દાદીમાં બન્યો છો ત્યારે પડદા પર માતા બનવાનું કેવું લાગે છે મિશાને રમાડવાનો અનુભવ આમાં કામ લાગ્યો…?

મિશાની વાત પહેલા કરુંતો પહેલા જ્યારે મને કોઈ રહેતું કે મૂડી કરતા વ્યાજ વ્હાલું હોય ત્યારે આ  વાત મને  નકામી લાગતી પણ જે દિવસે મિશા જન્મી અને મેં તેને જોઈ ત્યારે એ વાત મને સમજાઈ ગઈ કે આ ઠાલા શબ્દો નથી મૂડી કરતા વ્યાજ વ્હાલુ જ હોય. હવે પડદા પર માતા બનવાના અનુભવની વાત કરું તો મારા ત્રણ સંતાનોની મા બનીને હું ધન્ય થઈ ગઈ હોય તેવું લાગે છે  મારા માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે  શાહિદ 6 વર્ષનો હતો જ્યારે મારી જિંદગીમાં આયો ત્યાર બાદ સના અને રુહાન… હું કાયમ તેમની મા રહી છું અને મારા ત્રણેય સંતાનોમાં સૌથી સારા મિત્રો મળ્યા છે એટલે બાળકવાંચ્છુ મા બનવું મને સેહેજેય અઘરું નથી લાગ્યું.

ખીચડીની નવી ઇનિંગ ક્યારે?

(હસતા હસતા કહે છે) હું પોતે જે.ડી.ને કહી કહીને એ થાકી ગઈ છું  કે આગળ કંઇક કરો…હવે તેઓ જ્યારે ફ્રી પડે ત્યારે…પરંતુ ખીચડીનો મજા જ કંઇક અલગ હતી.

કેરી ઓન કેસર શીર્ષક કઈ રીતે તમારી સાથે ફિલ્મમા સંકળાય છે

એ તમને ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે. કેસરને ફક્ત માતા નથી બનવું .બીજું પણ કંઇક છે..  અને કેરી ઓન એઠલેકે તે કોઈ પણ પરિસ્થિતિમાં હારતી  કે થાકતી નથી. તેથી  કેસર સાથે આ ટાઇટલ ફિટ બેસે છે.

નવી ગુજરાતી ફિલ્મ માટે કોઈ આયોજન?

કેરી ઓન કેસર રીલીઝ થાય પછી જો એવી જ સરસ મજાની કોઈ પટકથા હશે તો જરૂર કરીશ.

Credit

Mansi Patel

No Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *