વિકાસ મનકતલા – ‘ગુલામ’ નો વીર શરાબ નહીં પીતો હોવાથી મેં પણ શરાબ પીવાનું સંપુર્ણ બંધ કરી દીધું છે.

1006 0

વિકાસ મનકતલા – ‘ગુલામ’ નો વીર શરાબ નહીં પીતો હોવાથી મેં પણ શરાબ પીવાનું સંપુર્ણ બંધ કરી દીધું છે.

અભિનેતા વિકાસ મનકતલા ઉર્ફ ભયંકર વીર ‘ગુલામ’ શૉના તેના પાત્ર, ભૂતકાળના કેટલાક વિવાદો તેમ જ ભારતીય ટેલિવિઝન ની આજની હાલત વિશે નિખાલસ વાત કરે છે.

તેની કારકિર્દીના ગ્રાફ વિશે કહે છે “મેં કરેલા શૉઝ માં ‘ લેફ્ટ રાઈટ લેફ્ટ’ અને ‘મૈં ના ભુલૂંગી ‘ સૌથી નોંધપાત્ર રહ્યા છે. અને હવે ‘ગુલામ’. મને તેનો સાચો જવાબ ખબર નથી પરંતુ હું જાણું છું કે મારી કારકિર્દીના શરૂઆતના દિવસોથી જ હું સાસ-વહુની કહાનીઓ સાથે સંકળાઈ શક્યો નથી. જયારે એક દર્શક તરીકે નહિ પણ એક અભિનેતા તરીકે આ શોઝ જોઉં ત્યારે ક્યાંક ખોવાઈ ગયો હોવ તેમ અનુભવું છું. એટલે જ આપોઆપ તે મારા કામ કરવાના ઉદ્દેશ સાથે છતું થાય છે. મને રોમાંચિત કરી શકે તેવું જ કામ લઉં છું. અને ‘ગુલામ’ મને બહુ ઉત્તેજનાસભર લાગી. ખરેખર શૉ માટેની કાસ્ટમાં સૌથી પેહલો લેવામાં આવેલો કલાકાર હું છું. મેં તેના માટે ખુબ ધીરજ રાખી એટલે તમે સમજી શકશો કે જો આટલી ધીરજ રાખતો હોવ તો શૉ ખરેખર યોગ્ય હશે.”

સીરિયલમાં તેના પાત્ર ‘વીર’ વિશે વાત કરતા કહે છે કે “વીર એક શક્તિશાળી અને ધનવાન માણસ છે, જે ઉપદ્રવકાળી છે અને બેરહેમપુર ગામના સિદ્ધાંતોને અનુસરે છે. સ્ત્રીઓના કોઈ અધિકાર નથી હોતા કે તેને કશું કહેવાનો પણ હક નથી. તે અત્યંત કઠોર, લુચ્ચો માણસ છે. જેને કોઈની કિંમત નથી. બહુ સ્વાર્થી માણસ છે. કોઈ નિયમોને માનતો નથી કેમકે બેરહેમપુરમાં કોઈ નિયમ જ નથી. રંગીલા ના સ્વરૂપમાં એક ‘ગુલામ’ છે. તેનો તે કઠપૂતળી તરીકે ઉપયોગ કરે છે. તેમજ તેની પાસે પોતાના બધા ખોટા કામો કરાવે છે. તે વ્યવસાયિક રીતે એક પહેલવાન છે તેથી જરૂર પડે ત્યારે પોતાની તાકાત નો ઉપયોગ કરતો જોવા મળશે. તે એક નાનાં ગામડાથી આવતો હોવા છતાં તેની કપડાંની ખરીદી તેમજ પત્નીની પસંદગી આધુનિક છે.”

‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ ની સફળતાને તમે વટાવી નથી. તમને અફસોસ છે?
જરાપણ નહીં! મારે માટે સૌથી મોટી સફળતા આવવાની હજી બાકી છે. હું એક એવો વ્યક્તિ છું જે સર્જનાત્મક સંતોષ ઈચ્છે છે. મેં પૈસા માટે અભિનય ની કારકિર્દી શરૂ નહોતી કરી. ભગવાન ની કૃપાથી અમારો પારિવારિક વ્યાપાર ખુબ જ સારો ચાલે છે. એટલે જ મેં પેશન ખાતર અભિનયમાં પ્રવેશ કર્યો હતો અને તેથી જ મેં વર્ષો પહેલા ટેલિવિઝન છોડી દીધું હતું. કેમ કે, મને કળા તેમજ બની રહેલા કન્ટેન્ટ પ્રત્યેના પેશનની કમી લાગી રહી હતી. અને ખાતરી છે કે મને પહેલા ઓફર કરવામાં આવેલા શૉઝ કે જેના માટે મેં કામ કરવાની ના કહી હતી. તે મોટા હિટ્સ બન્યા. જો કે , દરેક વ્યક્તિની એક સફર હોય છે. અને તેને જ આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ. હું હજી શીખી રહ્યો છું. અને વધુ સારો બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું.”

વીર વિશે વાત કરતા કહે છે ” ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ ની મારી ભૂમિકાને લીધે મને આ શૉ મળ્યો. ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ ના મારા પાત્ર ની બોલી હરિયાણવી હતી. અને ‘ગુલામ’ માં મારા પાત્ર ‘વીર’ ની બોલી પણ એ જ છે. વીર ની ભુમિકા કરવા માટે મેં બહુ તૈયારી કરી હતી. તેને શૉ માં એક પહેલવાન દેખાડ્યો હોવાથી મારે પણ પહેલવાન જેવા દેખાવા માટે મારુ શરીર તે પ્રમાણે ઘડવું પડયું હતું. મેં ફક્ત આ પાત્ર માટે મસલ્સ નું વજન ૭ કિલો વધાર્યું હતું. મને ‘દંગલ’માં આમીરખાન અને છોકરીઓને તાલીમ આપનારા શ્રી જગમાલ સિંઘે તાલીમ આપી છે. હૂ ક્ડક ડાયેટ પર હતો. વીર કુશ્તીમાં માહિર હોવાથી મેં મારુ કસરતનું રૂટિન બદલી નાખ્યું છે. તેમજ ‘ગુલામ’ નો વીર શરાબ નહીં પીતો હોવાથી મેં પણ શરાબ પીવાનું સંપુર્ણ બંધ કરી દીધું છે.”

‘ગુલામ’ સીરીઅલ ની ટી.આર.પી. વિશે વાત કરતા કહે છે ” હું ચોક્કર ઈચ્છીશ કે આ શૉ ને ટી.આર.પી. નું ફેક્ટર અસર ના કરે. ખરેખર તો, પહેલા બનેલું તેમ ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ની જેમ જ આ શૉ પણ ચેનલ ને આગળ વધારનારો બને. હું નથી માનતો કે બીજી કોઈ ચેનલ છે કે જે હકીકતમાં પોતાના સદીઓ જુના પ્રખર વિચારોથી ફંટાઈને ચેનલ પર આવા કન્સેપટને રજુ કરે. હું માનું છું કે આને પ્રમોટ કરવાનું પગલું ચેનલનું અત્યંત મોટું અને નીડરતાભર્યું છે.”

– Gujratifilms.com