‘વિટામિન She’ બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધમાલ

847 0

મુંબઈઃ27 જુલાઈના રોજ ધ્વનિત ઠાકર અને ભક્તિ કુબાવત સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વિટામિન શી’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં ધ્વનિત-ભક્તિ સિવાય સ્મિત પંડ્યા, મૌલિક નાયક અને પ્રેમ ગઢવી પણ મહત્વપૂર્ણ રોલમાં છે. સંજય રાવલ નિર્મિત અને ફૈઝલ હાશ્મી નિર્દેશિત આ ફિલ્મને લઈ અમદાવાદના થિયેટર્સ માલિક અને ડિસ્ટ્રીબ્યુટર્સે પોતાના મંતવ્યો આપ્યા હતા.

‘વિટામિન શી’ ફેમિલી એન્ટરટેનર છે. ધ્વનિતે ગુજરાતી સિનેમામાં શાનદાર ડેબ્યૂ કર્યું છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી ચાલી રહી છે.
વાઈડ એંગલના માલિક, અજય પટેલ

‘છેલ્લો દિવસ’ અને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ બાદ ‘વિટામિન શી’ એક સારી ગુજરાતી ફિલ્મ છે. છેલ્લા બે મહિનામાં સલમાનની ‘ટ્યૂબલાઈટ’ અને રણબિરની ‘જગ્ગાજાસૂસ’ સારી ચાલી નથી. પરંતુ ધ્વનિતની પહેલી ફિલ્મ ‘વિટામિન શી’એ શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે. આ ફિલ્મ કોઈ ચોક્કસ ઓડિયન્સ માટે નહીં, પણ આખી ફેમિલી માટે છે.
પ્રકાશ દવે, મેનેજર ટાઈમ સિનેમા(અમદાવાદ)

“છેલ્લો દિવસ”, “ગુજ્જુભાઈ” અને “કરસનદાસ pay & use” પછી “વિટામિન She” એક એવી ફિલ્મ છે જેણે બોકસઓફિસ પર પહેલા જ અઠવાડિયે તરખાટ મચાવી દીધો હોય. આ મૂવીને ખાસ કરીને ફેમિલી ઓડિયન્સ નો અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. બોલિવૂડ ફિલ્મ્સની હાજરી છતાં બોક્સ ઓફીસ પર સારો દેખાવ કરનાર ગુજરાતી ફિલ્મોની શ્રેણીમાં “વિટામિન She” નું નામ લખાશે.- વંદન શાહ (ડિસ્ટ્રીબ્યુટર)(રૂપમ એન્ટરટેઇન્મેન્ટ), અમદાવાદ

‘વિટામિન શી’ દરેક વર્ગને આકર્ષી રહી છે. તેમજ એન્ટરટેનમેન્ટનો ડોઝ આપે છે. આ રોમેન્ટિક કોમેડીમાં શાનદાર ડાયલોગ્સ અને અદભૂત મ્યૂઝિક છે. આ ફિલ્મને હાલ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં ઈમોશનલ અને ખૂબ ફન છે. જાગૃત મોદી, રીજનલ મેનેજર, રાજહંસ સિનેમા(અમદાવાદ)

vitamin she successfully running on the boxoffice