સુપરસ્ટાર -ડ્રામા, સસ્પેન્સ અને ઈમોશન્સથી ભરપુર ફિલ્મ

1215 0
publicity_design_in_mumbai_lalji_wagh_six_seeter_superstar

નવકાર ઈવેન્ટ્સ પ્રા,લિ, પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘’સુપર સ્ટાર’’ એક મ્યુઝિકલ થ્રિલર ડ્રામા છે.ફિલ્મના રિવ્યૂ વિશે ટુંકમાં વાત કરીએ તો રિશી કાપડીયા બોલિવૂડનો રોયલ સુપર સ્ટાર છે. આજે તેવી પાસે તમામ ખુશીઓ છે. તે પોતના સંઘર્ષ સમયની સાથી અંજલી એટલે કે તેની પત્નીને ખુશ રાખવા માટે તમામ પ્રયત્નો કરે છે. આ બંનેનું જીવન એકદમ સુખમય ચાલી રહ્યું હોય છે અને ધડામ કરતી એક મુસીબત તેમના જીવનમાં આવે છે. આ ઘટના શું છે અને એ ઘટનામાંથી આ પરિવાર કેવી રીતે પસાર થાય છે. તે ફિલ્મ જોયા પછી જ સમજાશે, કારણ કે ફિલ્મનું નામ સુપરસ્ટાર છે.

આ ફિલ્મથી હોલિવૂડમાં તાલિમ મેળવેલા એક્ટર ધૃવિન શાહ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેઓ આ ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યાં છે. તે ઉપરાંત હિન્દી સિનેમાનો સૌથી જાણીતો ચહેરો રશ્મિ દેસાઈ પણ ગુજરાતી ફિલ્મમાં હવે પ્રવેશ કરી ચુકી છે. જ્યારે મિલતી જૈન અને આરિયન્ત સાવન પણ આ ફિલ્મમાં સહભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તેના લેખક મૃગાંક શાહ છે. જ્યારે તેનું દિગ્દર્શન ભાવિન વાડિયાએ કર્યું છે. આ ફિલ્મનો પ્લોટ ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સથી વણાયેલો છે. ફિલ્મની વાર્તા ડ્રામા, સસ્પેન્સ અને ઈમોશન્સ તથા ષડયંત્રથી ભરપુર છે.

આ ફિલ્મના ગીતો નિરેન ભટ્ટ દ્વારા લખાયાં છે અને એશ્વર્યા મજમુદાર દ્વારા તેને કંઠ આપવામાં આવ્યો છે. બોલિવૂડના રોમેન્ટીક સિંગર અરમાન મલિક, ગુજરાતી રોકસ્ટાર અરવિંદ વેગડા ઉપરાંત હિન્દી ફિલ્મોના સંગીતકાર શેખર રાવજીયાની પણ આ ફિલ્મથી સિંગિગ ડેબ્યુ કરી રહ્યાં છે. આ ફિલ્મનું સંગીત તથા બેકગ્રાઉન્ડ પાર્થ ઠક્કરે આપ્યું છે. ટુંકમાં ફિલ્મ પ્રથમ દિવસે જ લોકોને ખાસી ગમી હતી.

– By Harish Choksi

.