સુરત, ગુજરાત એ મારા માટે કર્મભુમી રહી છે, દિલ થી ગુજરાતી જ છું: શાલિની પાંડે

1074 0


ફલ્મી કરીઅર

મેં પ્રથમ ફિલ્મ ’વીર’ સાઈન કરી હતી. જેનો વિષય હિસ્ટોરિકલ છે. અને એ બિગ બજેટ ફિલ્મ છે એટલે એ હજી પુરી થઇ શકી નથી. અને એ લોકો એ ૪૦ આર્ટિસ્ટ ને જોયા પછી મને ફાયનલ કરી હતી. અને એની વચ્ચે કોઈ ના દ્વારા મને ’લાસ્ટ ચાન્સ’ મળી. ’લાસ્ટ ચાન્સ’ એના પછી સાઈન કરી હતી એ રજુ થઇ ગયી છે. એટલે એવું કહી શકાય કે મારી પ્રથમ ફિલ્મ ’વીર’ હતી. અને હવે આ ’રચના નો ડબ્બો’ કરી છે. જેનું નામ પહેલા ’રસના નો ડબ્બો’ હતું. પરંતુ કેટલાક વિવાદોના હિસાબે આનું નામ ચેન્જ કર્યું છે.
દિલ થી ગુજરાતી

પેહલા મને ઘણી બધી ગુજરાતી ફિલ્મોની ઓફર મળી હતી. મુંબઈ આવ્યે મને ૪ વર્ષ થયા છે. અને હવે જયારે સારી ગુજરાતી ફિલ્મો બને છે તો નક્કી કર્યું કે સારા બેનર ની ફિલ્મ હોય તો કરવી. કારણકે સુરત, ગુજરાત એ મારા માટે કર્મભુમી રહી છે. મે જે સપનાઓ જોયા હોય એને પુરા કેવી રીતે કરવા, અને જીવનમાં કારકિર્દી ની શરૂઆત કેવી રીતે કરવી એ બધું મને સુરતે શીખવાડ્યાં છે. એ બધું મને ગુજરાતની ધરતી પર મળ્યું છે. એટલે હું ગુજરાત અને ગુજરાતીઓ ની બહુ ઇઝ્ઝત કરૂં છું. અને દિલ થી ગુજરાતી જ છું.

’રચના નો ડબ્બો’ ની રસના

આ ફિલ્મનું નામ જેટલું રસપ્રદ છે એટલો આ ફિલ્મ નો વિષય પણ રસપ્રદ છે. મારા કેરેકટરનું નામ રસના છે. એ બહુ ચુલબુલી છે, લાડલી છે, મોં ફટ છે, સેતાન પણ છે. પણ, દિલ થી એ બહુ સારી છે. એ થોડી બેવકૂફ છે. મતલબ કે જીવનમાં ઘણી બધી વાતો આપણને પેહલીવાર ખબર પડે છે. જેમ-જેમ જીવન આગડ વધતું જાય તેમ-તેમ આપણને ખબર પડે, દરેક ફીલિંગ્સનો અનુભવ થાય છે. લાગણી, પ્રેમ એ બધું તમને સમયની સાથે ખબર પડે છે. એવું જ કંઈક રસનાની બાબતમાં પણ છે. એને પણ જીવનની કેટલીક હકીકતો પેહલીવાર ખબર પડે છે. ત્યારે એને ખબર જ નથી પડતી કે એ આ સિચુએશન ને કેવી રીતે હેન્ડલ કરે? પણ જયારે એને થોડી થોડી ખબર પડવા લાગે, તો પછી એ કંઈ રીતે રિએકટ કરે છે?
“રસના અને સાલીની પાંડેમાં કેટલીક સામ્યતા છે. રસના ની કોઈ વાત પર હટી જાય તો હટી જ જાય એવું શાલિનીના કિસ્સામાં પણ છે. અને ઘણીવાર એનું નુકશાન પણ સહન કરવું પડે છે. રસનાને પણ એ અનુભવ થાય છે.

ફિલ્મ વિષે
આ ફુલઓન મસાલા ફિલ્મ છે. એમાં ડાન્સ છે, મસ્તી, લાફ્ટર છે, ઈમોશન છે. હું એવું નથી કહેતી કે આ કોમેડી ફિલ્મ છે. પણ જીવનમાં ઘણીવાર નાના પ્રસંગો બનતા હોય છે જે હાસ્યપ્રદ રીતે ઉભરી જતા હોય છે. એવી નાની નાની વાતો છે. જેમાં પ્રેક્ષકોને બહુ રસ પડશે. આ ફિલ્મમાં ડ્બ્બીન્ગ પણ મેં પોતે કર્યું છે. અને ગુજરાતી ભાષા અને એનો ટોન હું જાતે શીખું છું. મને લાગે છે કે દરેક ભાષા શીખવા માટે એની પ્રોસેસ જાણવી જરૂરી છે. જેમ એક નાના બાળકને જન્મ સમયે કઈ જ ખબર નથી હોતી, એને જે શીખવાડીએ એ શીખે છે. એવું જ કંઈક આ બાબતમાં પણ છે. મેં એને મારી માતૃભાષની જેમ જ સમજીને શીખી. પણ આમાં પ્રેપરેશન થી વધારે આત્મીયતા છે.

ફ્રેડી દારૂવાલા સાથે નો અનુભવ

ફ્રેડી ની સાથે કામ કરવાનો અનુભવ બહુ સારો રહ્યો. કારણકે એ બહુ સિન્સિયર કલાકાર છે. અને એક સિન્સિયર કલાકાર સાથે કામ કરવાનો અનુભવ કંઈક અલગ જ છે. સિન્સિયર અને અનુભવી કલાકાર સાથે કામ કરવાથી પેર્ફોર્મંસમાં બહુ ફરક પડતો હોય છે. તેમની સાથે ઘણું બધું શીખવાનું પણ મળે છે. એ બહુ અનુભવી છે અને એને કામની સમજ પણ છે. નાની-નાની વાતો થી એ વાકેફ છે. તો એનો લાભ પણ અમને મળ્યો. અને એક એકટર પ્રીપેડ હોય પછી એની એકટિંગ નું આઉટપુટ અમેઝિંગ જ આવે છે. એ બહુ સારો કલાકાર તો છે જ પણ બહુ નિખાલસ અને સારા વ્યકિત છે. ઓન સેટ પણ એ બહુ સારા છે. અને અમારી ફિલ્મમાં એવી કોઈ સિચ્યુએશન જ નથી આવી કે કોઈ ઘર્ષણ કે વિવાદ થયો હોય. શરુ થી અંત સુધી એકદમ સ્મૂથલી ફિલ્મ કમ્પ્લેટ થઇ.

ફિલ્મ ના નિર્માતા અને દિગ્દર્શક સાથેનો અનુભવ

અમારા ફિલ્મ ના ડિરેકટર રાજન જોયનર છે. આ એમની પેહલી ફિલ્મ

આભાર – નિહારીકા રવિયા છે એજ અ ડિરેકટર. પણ એમને મેકિંગ બહુ સારું કર્યું છે. અને જો હું નિર્માતા ની વાત કરૂં તો એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના બહુ મોટા નિર્માતા છે. બહુ મોટી-મોટી બિગ બજેટ ફિલ્મો બનાવી છે. તેમને ઇન્ડસ્ટ્રીઝ ની બધી આંટી ઘૂંટી ખબર છે. અને જયારે નિર્માતાની ફિલ્મ મેકિંગ નું નોલેજ હોય ત્યારે જયારે તમે સેટ પર જાવ છો તો આ બધા થી એક કલાકાર તરીકે તમને બહુ મદદ મળે છે. જાણકાર વ્યકિત સાથે કામ કરવામાં વધારે મજા આવે. અમારે કલાકાર તરીકે જવાબદારી હોય છે કે અમે સારું પરફોર્મ કરીએ અને એમની જવાબદારી એ હોય છે એ સારી ફિલ્મ બનાવે. એ વસ્તુઆ ફિલ્મમાં મને બહુ સારી રીતે મળ્યું છે. હું ઈચ્છીશ કે એમની દરેક ફિલ્મ નો હું હિસ્સો બનું. આ ફિલ્મમાં દરેક વ્યકિતએ ખુબ જ મેહનત કરી છે. ચાહે એ પરદા ની પાછળ હોય કે પર્દાની આગળ.