સૌથી મોટું સપનું સલમાનખાન સાથે ફિલ્મ બનાવવાનું છે: હનિફ નોયડા

1455 0
Latest_gujarati_films_sunny_leone


હનીફ નોયડા એટલે ગુજરાતી આલ્બમ જગત અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ગાંધીધામ, કચ્છનું બહુ જ જાણીતુંં નામ છે. એમના નામે ૧૮૦ ઉપરાંત અલ્બમો અને ૮ ઉપરાંત ગુજરાતી ફિલ્મો કરી છે. અત્યારે તેઓ બે હિન્દી ફિલ્મના પ્રોડકશનમાં અને એક ગુજરાતી ફિલ્મના દિગ્દર્શન સાથે સંકળાયેલા છે. એક હિન્દી ફિલ્મ ’તેરા ઇન્તઝાર’ પુરી થઇ ગઇ છે અને ટુંક સમયમાં સિનેમાઘરોમાં રજુ પણ થશે. એક ગુજરાતી ફિલ્મ ’એન્ગ્રી ફેમિલી’નું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મનું પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલુ છે. અને બીજી હિન્દી ફિલ્મ ’અવસર’ નામથી કરી રહ્યા છે. જેનું મુહર્ત થોડા દિવસો પહેલા જ થયું જ છે.

’તેરા ઇન્તઝાર’ ફિલ્મ વિષે હનીફ નોયડા કહે છે કે “આ ફિલ્મ બાગેશ્રી ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ બની છે. જેના નિર્માતા અમન મહેતા અને બીજલ મહેતા છે. એસોસિએટ પ્રોડ્યાસર રુબી સીંગ અને પંકજ ઠક્કર તથા મનોજ સંઘવી છે. આ ફિલ્મના દિગ્દર્શક રાજીવ વાલિઆ છે. શરૂઆતમાં એમની ઈચ્છા એક ગુજરાતી અર્બન ફિલ્મ બનાવવી હતી. જેનું બજેટ ૨ કરોડ સુધી નું હતું, પણ પછી વિચાર આવ્યો કે ગુજરાતી ફિલ્મ ગુજરાતના જ લોકો જોશે. એમને ફિલ્મ લાઈન માં ધમાકેદાર એન્ટ્રી કરવી હતી એટલે પછી આ હિન્દી ફિલ્મ ’તેરા ઇન્તઝાર’ નું વિચાર્યું. ઘણી બધી વાર્તાઓ સાંભળી અને પછી આ વાર્તા પર પસંદગી ઉતારી. અને એમાં અરબાઝખાન અને સન્ની લિઓની વાર્તા પ્રમાણે ફિટ હતા એટલે તેમને કાસ્ટ કર્યા. ’તેરા ઇન્તઝાર’ ફિલ્મમાં હું એકિઝકયુટીવ પ્રોડયુસર છું અને એક રોલ પણ કરી રહ્યો છું. સન્ની લિઓની ની બહેન એક ગુજ્જુભાઈ સાથે લગ્ન કરે છે. એ સન્નીના જીજાજી નો એક મહત્વ નો રોલ પણ કર્યો છે. રોમાન્ટિક, લવ સ્ટોરી વાળી થ્રિલર ફિલ્મ છે. અરબાઝખાનને આ પ્રકારના રોલમાં તમે જોયો નહિ હોય. સન્ની લિઓનીને પણ એકદમ અલગ જ અંદાજમાં તમે જોશો. અમને અરબાઝ ભાઈ અને સન્ની લિઓની તથા સાથી કલાકારો નો ખુબ જ સપોર્ટ રહ્યો છે. અત્યાર સુધી ના આવેલી વાર્તા છે. ડિફરન્ટ ફિલ્મ છે.”

હનીફ નોયડા આગળ વધુમાં જણાવે છે કે “આ ફિલ્મ રિલીઝ થતા જ નવો પ્રોજેકટ સ્ટાર્ટ થશે. ’એન્ગ્રી ફેમિલી’ નામથી એક ગુજરાતી ફિલ્મ ડિરેકટર કરી છે. એનું શુટિંગ કમ્પ્લીટ થઇ ગયુ છે. ’એન્ગ્રી ફેમિલી’ના નિર્માતા જુનાગઢના નરેન્દ્રભાઈ સોની અને સાગરભાઈ પટેલ છે. બંને થિએટર ચલાવે છે અને ડિસ્ટ્રીબ્યુટર પણ છે. આ ફિલ્મથી સોહીલ નોયડા લોન્ચ થઇ રહ્યો છે. ફિરોઝ ઈરાની છે. બીજા ઘણાં બધાં આર્ટીસ્ટો છે. નિશા મવાની અને જાગૃતિ પટેલ લીડ રોલમાં છે.આ ફિલ્મમાં ફિરોઝ ઇરાની પણ મહત્વનુ પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મનું અત્યારે પોસ્ટ પ્રોડકશન ચાલી રહ્યું છે. આ એક કોમેડી વિષયની ફિલ્મ છે. અને એકદમ અલગ જ પ્રકારનો વિષય છે. આ ફિલ્મ દરેક વર્ગના પ્રેક્ષકોને ગમશે એવો મારો વિશ્વાસ છે. આ પ્રકાર નો વિષય ગુજરાતી ફિલ્મમાં આ પહેલા આવેલો નથી. એક ફેમિલી ની વાતની સાથે- સાથે સમાજને એક સારો સંદેશો પણ છે. ફિલ્મ જૂનાગઢમાં શૂટ થઇ છે.”

તેમની બીજી હિન્દી ફિલ્મ વિશે જણાવે છે કે “ મારી બીજી હિન્દી ફિલ્મ ’અવસર’ બ્લેકહોશ્યિન સિને મીડિયા ના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં પણ હું એકઝીક્યાટીવ પ્રોડ્યાસર છું. આ ફિલ્મનો વિષય પણ હટકે છે. જેના વિશે અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે. યોગ્ય સમયે એના વિશેની વધારે માહિતી પ્રેક્ષકોને આપીશ.”

’મારે રૂદિયે વસી સાજન તારી પ્રીત’, ’દાઝે દીકરી દહેજથી’, ’દીકરીએ રાખી પાનેતરની લાજ’, ’સરહદ પ્રેમને રોકી શકતી નથી’, ’પ્રેમ રંગ’, ’પ્રીતમ વહેલા આવજો’, ’ સાહ્યબા તને રામ કહું કે શ્યામ’ વગેરે ગુજરાતી ફિલ્મો બનાવી ચુક્યા છે. અને ગુજરાતીમાં ઘણા બધા અલ્બમો પણ બનાવી ચુક્યા છે. પરંતુ ૨૦૦૯ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઇઝની મંદીના સમયમાં એમને ઘણું બધું નુકશાન થયું હતું. એટલે ફિલ્મ લાઈનથી અળગા થઇ ગયા હતા. અને ૨૦૧૫માં હિન્દી ફિલ્મ ’તેરા ઇન્તેઝાર’ દ્વારા ધમાકેદાર એન્ટ્રી કરી. અને આગળ પણ તેમનું સૌથી મોટું સપનું સલમાનખાન સાથે ફિલ્મ બનાવવાનું છે. અને જે રીતે હનીફ નોયડા હિન્દી ફિલ્મમાં આગળ

આભાર – નિહારીકા રવિયા વધી રહ્યા છે. તે રફતારને જોતા એ સપનું એમનું બહુ જ ટૂંક સમયમાં પૂરું થઈ જશે એવું લાગી રહ્યું છે. તેમને ’સિને ઐશ્વર્ય’ ટીમ વતી ’બેસ્ટ ઓફ લક’.