હિન્દી ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક રોહિત શેટ્ટી ની સ્ટાઇલ થી મલ્ટિસ્ટાર કાસ્ટવાળી ફિલ્મ મેકિંગ કરતા રોહિત શેટ્ટી

1684 0
Latest_gujarati_films_updates_tamburo


રોહિત શેટ્ટીએ હિન્દી ફિલ્મોના રોહિત શેટ્ટી કરતા અલગ છે.

બેઝિકલી હું હોસ્પિટાલિટીના ધંધા સાથે સંકળાયેલો છું. અમારી રેસ્ટોરન્ટ પણ છે અને અમે બીજા વ્યવસાય સાથે પણ સંકળાયેલા છીએ. અમારા પોતાના જિમ પણ છે. અને એના પછી ફિલ્મ જગતમાં ઓવરસ અવતાર મૂવી ના નામે નવું વેન્ચર ઉભું કર્યું. અત્યારે જે ગુજરાતી ફિલ્મ ’તંબુરો’ રજુ થવા જઈ રહી છે. એ અમારા બેનરની પાંચમી ફિલ્મ છે. અને ગુજરાતના સૌથી મોટા સ્ટારોને એક સાથે લઈને ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં રીટા ભાદુરીજી, મનોજ જોશી, પ્રતીક ગાંધી, જાનકી બોડીવાલા, જયેશ મોરે, શેખર શુકલાજી, ભરત ચાવડા, આયુષ જાડેજા વગેરે છે. આ બધા કલાકારોને ભેગા કરીને અમે ગુજરાતી ભાષાની સૌથી ખર્ચાળ ફિલ્મ બનાવી છે. અને અમને વિશ્વાસ છે કે જો ગુજરાતી પ્રેક્ષકો નક્કી કરે તો બાહુબલી નો રેકોર્ડ પણ તૂટી શકે છે. કારણકે આજની તારીખમાં કોઈ પણ ફિલ્મ ચાલે છે તો એ ગુજરાતી ભાઈઓ અને બહેનોના કારણે ચાલે છે.
ફિલ્મનો વિચાર

મારા ઘણા બધા ગુજરાતી મિત્રો છે. અને નાનપણથી જ ગુજરાતીઓ સાથે રહ્યો છું. બેઝિકલી હું સાઉથ ઇન્ડિયન છું. તો પણ દાંડિયા, ગણપતિ પૂજન વગેરેમાં વર્ષો થી જાવ છું. ઘણા બધા ગુજરાતી મિત્રો સાથે ભારતભરમાં ફર્યો છું. અને હું વિશ્વાસ પૂર્વક કહી શકું કે ગુજરાતી ઓડિયન્સે કદાચ આટલી સારી ફિલ્મ કયારેય નહિ જોઈ હશે, આગળ તો કદાચ આનાથી પણ સારી ફિલ્મો આવી શકે છે. પણ અમે પ્રથમવાર બોલીવૂડના ટોપ ટેકનીશીયનો ને એક સાથે લાવીને ફિલ્મ બનાવી છે.
’તંબુરો’ નો વિષય

’તંબુરો’ એ હિન્દી ફિલ્મ ‘ગોલમાલ’, ‘હેરાફેરી’ જેવો સૌથી મોટો કેઓસ છે. આ એ જાનર ની ફિલ્મ છે. આમાં કન્ફયુઝન છે, કોમેડી છે, ઈમોશન છે, મજાક પણ છે. આ ફિલ્મ જોઈને પ્રેક્ષકો જયારે બહાર આવશે તો ચોક્કસથી એમ કહેશે કે ’ યાર દુનિયાભરનું ટેંશન હતું પણ હવે મારા દિમાગમાં એ ટેંશન નથી.’ હસીને બહાર આવશે કારણકે મનોજ જોશી નું હ્યુમર છે, પ્રતીક ગાંધી છે, શેખર શુકલજીનું હ્યુમર છે. અને દરેક કલાકારે પોતાનો રોલ સાથે રીતે નિભાવ્યો છે. પણ આ ફિલ્મથી હેમાંગ દવે એકદમ ઉભરીને આવશે એવું લાગી રહ્યું છે. અને ઓજસ રાવલ પણ તtન નવા લૂકમાં જોવા મળશે. પ્રેક્ષકોએ આ લોકોને આ રૂપમાં પહેલા જોયા જ નથી.
’તંબુરો’ નામ જડ્યું

હું મારા ગુજરાતી મિત્રો સાથે જયારે પણ હોવ તો એ લોકો કહેતા કે “એ શેટ્ટી તંબુરો લે” તો હું તેમને પૂછતો “આ તંબુરો એટલે શું?” પણ પછી તો દરેક ગુજરાતીના મોઢે આ શબ્દ સાંભળવા મળ્યો. એટલે મને એ બહુ કેચી લાગ્યું. એ લોકોએ કહ્યું કે એવો કોઈ ગુજરાતી નથી જેને પોતાની જિંદગીમાં ’તંબુરો’ શબ્દ નહિ બોલ્યો હોય. એટલે મને લાગ્યું કે આ તંબુરો શબ્દ બહું કેચી પણ છે, કોમેડી જેવો પણ છે અને સૌથી વધારે વપરાતો ગુજરાતી શબ્દ પણ છે. તો થયું કે ચાલો આના પર જ ફિલ્મ બનાવીએ. અને અમારી ફિલ્મનું નામ ’તંબુરો’ રાખ્યું.

No Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *