હું મારી જાત ને નસીબદાર માનું છું કે મને ધર્મેશ સર જેવા દિગ્દર્શક, મનોજભાઈ, કેતકીબેન, જોહ્નીભાઈ જેવા દિગ્ગજ કલાકારો સાથે મારી પ્રથમ જ ફિલ્મમાં કામ કરવા મળ્યુ.

998 0
Latest_gujarati_films_news

’પપ્પા તમને નહિ સમજાય’ નો મુંજાલ મહેતા

ધર્મેશ સરે, મને કહ્યું કે “એક કેરેકટર છે. અલમોસ્ટ ટેલર મેડ રોલ છે તારી માટે.” એ મારે બહુ સારી ઓપરચ્યુનીટી હતી. અને ધર્મેશ સર હતા એટલે મારે બીજું કશું પૂછવાનું જ ના હોય. અને એમના ભરોસા પર આંખ બંધ કરીને આગળ વધી ગયો. અને હવે અત્યારે એવું લાગી રહ્યું છે કે અમે બહુ સારી ફિલ્મ કરી છે. કંઈક બહુ સારું કર્યાની લાગણી થઇ રહી છે. બહુ ખુશી થઇ રહી છે કે એક ફિલ્મ કરી. આ મારી બીજી ફિલ્મ છે. આ પહેલા મેં ’સ્ટ્રાઈકર’ નામની હિન્દી ફિલ્મ પણ કરી હતી. એમાં મેં સિદ્ધાર્થ મલ્હોત્રાના બાળપણ નો રોલ મેં કર્યો હતો. એ સાઉથ ના એકટર છે. ૬-૭ મિનિટ્સ નો રોલ હતો. પણ કહી શકાય છે કે નાનો રોલ હોય કે આખી ફિલ્મનો રોલ હોય પણ ફિલ્મ એ ફિલ્મ હોય છે. એમાં તમે કામ કર્યું એ અગત્યનું છે. કેટલું નાનું કે મોટું કામ કર્યું એ અગત્યનું નથી. ફિલ્મ કરવાની મઝા અલગ છે.

બધા કલાકારો એકબીજાને ઓળખે પણ એક સાથે કામ કરવાનો મોકો પ્રથમવાર જ મળ્યો. એનો અનુભવ.

હા, અમિતભાઇ ,સાચી વાત છે. એવું લાગશે કે બધા જ પોતાના કો-એકટર માટે સારી સારી વાતો બોલતા જ હોય છે પણ હું દિલ થી કહું છું કે હું મારી જાત ને નસીબદાર માનું છું કે મને ધર્મેશ સર જેવા દિગ્દર્શક, મનોજભાઈ, કેતકીબેન, જોહ્નીભાઈ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવા મળ્યુ. કારણકે આવા ધરખમ કલાકારો સાથે પહેલી જ ફિલ્મ માં કામ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. ઘણીવાર ફિલ્મ જગતમાં એવી વાતો થતી હોય છે કે કો-એકટરે બીજા આર્ટિસ્ટના રોલ પર કાતર ફેરવી દીધી. પણ હું એવું કહીશ કે મનોજ્ભાઇ અને કેતકીબેને આ ફિલ્મમાં મને જે રીતે હેલ્પ કરી છે અને અફકોર્સ જોહનીભાઈએ જે રીતે મને સજેશન આપ્યા હતા એ અદભુત હતું. અને મને ખબર નથી કે આવી ટીમ સાથે ફરીથી કામ કરવા મળશે કે નહિ. આ બધા કલાકાર પાસેથી હું કંઈક ને કંઈક શીખ્યો છું. મારી એક આદત છે જ્યાં સુધી શીખેલી વાતને હું અનુસરું નહિ ત્યાં સુધી હું શેર કરતો નથી. પણ સ્યોર હું ઘણું બધું શીખ્યો છું આ ફિલ્મથી.
’પપ્પા તમને નહિ સમજાય’ એવું તમે કહો છો?

’પપ્પા તમને નહિ સમજાય’ એ વિષય જ એવો છે કે તમે પણ તમારા પપ્પાને આવું કીધું જ હશે. ‘રહેવા દોને પપ્પા તમને નહિ સમજાય’. જે હું પણ મારા પપ્પાને કહું છું. અને તમારો દીકરો પણ તમને કહેતો હશે કે તમારી દીકરી પણ તમને કેહતી હશે. બધા એકબીજાને નથી સમજતા. આ જે ટોપિક છે કે જે નથી સમજતા તો આપડે એને કઈ રીતે સમજાવવા જોઈએ એની એક નાની વાત છે, નાનકડું પ્રેઝન્ટેશન છે અમારા બધાના તરફથી. અને હું એવું નથી માનતો કે આ ફિલ્મ રેકોર્ડ બ્રેક બિઝનેસ કરે પણ આ ફિલ્મ જોઈને કમસે કમ એક વ્યકિતમાં પણ બદલાવ આવશે તો હું ખુશ છું. મારો આશય એ છે કે આ ફિલ્મ બધાના હૃદય સુધી પહોંચવી જોઈએ.
મુંજાલ મહેતા અને ભવ્ય ગાંધી વચ્ચેની સામ્યતા છે?

’પપ્પા તમને નહિ સમજાય’ ફિલ્મમાં મારુ મુંજાલ મહેતા નામનું કેરેકટર છે. ભવ્ય ગાંધી એ મુંજાલ મહેતા જેવો નથી. (હસતા હસતા કહે છે). મુંજાલ અને ભવ્ય વચ્ચે બહુ મોટો ડીફરંસ છે. મુંજાલ એ અલગ જ ટિપિકલ યુથ છે. જે આજનું યુથ કરે છે એ બધું મુંજાલ કરે છે. પણ ભવ્ય એવો નથી. ભવ્યમાં ઉંમર પહેલા જ સમજણ આવી ગઈ છે. એટલે એવું કહી શકાય કે અંદર થી તમારી લગામ તમારા હાથમાં જ છે. ઘોડો ક્યાંય પણ જાય પણ લગામ મારા હાથમાં જ છે. તો ભવ્ય એ રીતે સેફ છે.

કરીઅર નો ર્ટનિંગ પોઇન્ટ

હું આ ઇન્ડસ્ટ્રીઝ માં છેલ્લા ૧૫ વર્ષથી છું. ઘણું કામ કર્યું છે. બહુ બધા ઓડિશન આપ્યા છે. બહુ બધા વન ડે રોલ કર્યા છે. પહેલા હું મોડેલ હતો તો બહુ બધી પ્રિન્ટ શૂટ કરી છે. ડબીંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. નાની મોટી એડ. પણ કરી છે. સુન્દરમ નોટબૂક નો ૨-૩ વર્ષ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ હતો. ઘણા બધા નાના-નાના કામ કર્યા હતા. પણ મને ઓળખ ’તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ થી મળી. હું અત્યારે જે કઈ પણ છું એના પાયામાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીઅલ નો
આભાર – નિહારીકા રવિયા બહુ મોટો ફાળો છે. ’તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગી ના મોમ નો રોલ જે કરી રહ્યા છે એ મારા સગા માસી છે. એમણે મને આ સીરીઅલ માટે ઓડિશન આપવા માટે કહ્યું હતું. ઓડિશન માં હું સિલેકટ થઇ ગયો.પાયલોટ શૂટ માટે મને બોલાવ્યો. પાયલોટ શૂટ બરોબર કરી ના શક્યા. પણ આ આખા સેટ પરમાં ફકત એક જ વ્યકિત હતા જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો હતો. એ હતા સીરીઅલના નિર્માતા અસિત સર. તેમના શબ્દો મને હજી પણ યાદ છે તેમણે કહ્યું હતું કે ’કરશે તો આ જ છોકરો કરશે નહિ તો આ કેરેકટર જ નહિ થાય.’ આ વાત જયારે પણ હું યાદ કરૂં છું ત્યારે મને બહુ ગર્વ થાય કે સર ને મારા પર આટલો બધો ભરોસો છે, હતો તથા રહેશે એ વિશે હું સ્યોર છું. અને આ રીતે હું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીઅલમાં એન્ટર થયો હતો. તો હું ખુબ જ આભારી રહીશ અસિત સરનો કે જેમણે મારા પર ભરોસો મુક્યા.
’તારક મહેતા… ’ સીરિયલમાં વાળ ઉડાડવાની સ્ટાઇલ બહુ પ્રખ્યાત થઇ હતી, તો એ આઈડિયા કોનો હતો?

વાળ ઉડાડવાની સ્ટાઇલ ઓરિજિનલ તારક દાદાની લખેલી જ છે. તેમણે લખેલું જ છે કે ’ટપુ ને મસ્તી સુજે તો ટપુ વાળ ઉડાવે’. તારકદાદા નો ટપુડો હતો એ ખતરનાક મસ્તીખોર હતો. એવી મસ્તી આપડે દેખાડી ના શકીએ એવો મસ્તીખોર હતો. તારક દાદાએ જે લખ્યું હતું એ ટપુડા કરતા સીરિયલના ટપુડાની મસ્તી બહુ માઈલ્ડ હતી. વાર્તામાં ટપુને મસ્તી સુઝે ત્યારે વાળ ઉડાડે જયારે સીરિયલમાં ટપુને આઈડિયા આવે ત્યારે વાળ ઉડાડે. અને એની શરૂઆત ધર્મેશ સર અને દિલીપ સરે કરી હતી. બંને બેઠા હતા અને તેઓએ મને કહ્યું ’તને વાળ ઉડાડતા આવડે છે?’ મેં કહ્યું ’કેવી રીતે?’ તેમણે કહ્યું ’આવી રીતે’. અને પહેલાથી મારા વાળ વધારે હતા તો ઉડી ગયા અને એ દિલમાં બેસી ગયું તો સીરિયલમાં પણ શરુ કર્યું અને ફેમસ પણ થયું.

નેકસટ
હજી કઈ ફિકસ નથી કર્યું. કઈ વિચાર્યું નથી. કારણકે બહુ વિચારીએ છીએ તો વિચારમાં જ રહી જઈએ છીએ અને આગળ જ નથી વધી શકતા. પણ જે પણ સારું કામ મળશે એ કરીશ. હજી થર્ડ યરમાં ભણું છું.
’પપ્પા તમને નહિ સમજાય’ ની વાત દિલ થી.

હું એટલું જ કહીશ કે આ ટોપિક થી અમે બધા ભેગા થયા છીએ, આ ફિલ્મ બનાવવા પાછળનો આશય બહુ સરસ છે. મને યાદ છે ત્યાં સુધી મનોજભાઈ, હું, કેતકીબેન, ધર્મેશ સર, અમારા કેમેરામેન રાહુલ દાદા દરેક ની આંખોમાં શૂટ કરતા સમયે એક ચમક હતી. અને અમુક જગ્યાએ આસું પણ હતા. તો આ ફિલ્મ એ ગુડ થીંગ અને બેડ થીંગ નું એક મિશ્રણ છે. અને એવું કહેવાય છે કે જયારે બે અજીબ વસ્તુઓ મળે ત્યારે એનું મિલન બહુ અદભુત હોય છે. જે જનરેશન ગેપ ફેલાઈ રહ્યો છે કે ફેલાઈ ગયો છે. એ વિશે એટલું જ કહીશ કે હું સ્યોર છુ કે આ જનરેશન ગેપ ક્યારેય ઓછો નહિ થાય. પણ જે થઇ રહ્યું છે એને આ ફિલ્મ દ્વારા સમજાવવાની કોશીષ કરી છે. હું બહુ નસીબદાર છું કે મારી પ્રથમ જ ફિલ્મમાં આટલી સારી ટીમ અને આટલી મોટી સ્ટાર કાસ્ટ મળી છે. આનાથી બેટર કઈ હોઈ જ ના શકે.
આભાર – નિહારીકા રવિયા

No Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *