હું મારી બીજી ઇંનિંગ્સ નિર્માતા તરીકે શરુ કરી રહ્યો છું: શૈલેશ સંઘવી

1001 0
latest_gujarati_films_tamburo

કલાકાર બન્યા નિર્માતા

અમિતભાઇ, મારા કોલેજકાળના સમયમાં મસ્તી-મસ્તીમાં મેં હિન્દી ફિલ્મમાં એક કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. અને એ સમયે મારે કોઈ એક લાઈન પસંદ કરવાની હતી કે ફિલ્મ લાઈનમાં જવું અથવા વ્યવસાય તરફ વળવું. અને મેં નક્કી કર્યું કે મારે ધંધા તરફ જવું છે. અને એ સમયે ધંધામાં મારી જરૂર હતી એટલે ફિલ્મ લાઈનને સમય ના આપી શક્યા. અને આટલું મોટું એમ્પાયર ઉભું કર્યું. રીઅલ એસ્ટેટ ના વ્યવસાયમાં અમે ૩૫ વર્ષ થી સંકળાયેલા છીએ. અત્યાર સુધી ૫૦ ઉપરાંત અમારા પ્રોજેકટ પુરા થઇ ગયા છે. ૨૦,૦૦૦ ઉપરાંત મકાનો બાંધી ચુક્યા છીએ. મુંબઈ, લોનાવાલા, નાસિક, દહિસર, મલાડ, સાન્તાક્રુઝ, વિલે પાર્લે, બોરીવલી, મીરા રોડ, ડોમ્બિવલી, કલ્યાણ, થાણા, લોઅર પરેલ, દાદર, ભાયખલ્લા લગભગ બધા જ જંકશન પર કામ કર્યું છે.
બીજી ઇનિંગ્સ

હવે હું મારી બીજી ઇંનિંગ્સ નિર્માતા તરીકે શરુ કરી રહ્યો છું. મેં ચ્૩ નામથી કંપની લોન્ચ કરી છે. મેં મરાઠી ફિલ્મો પણ જોઈ, હિન્દી ફિલ્મો પણ જોઈ અને ગુજરાતી પણ જોઈ. આ ગુજરાતી ફિલ્મ ’તંબુરો’ મને એટલા માટે ગમી કે આ મેગા બજેટ ની ફિલ્મ છે, મેઘા મલ્ટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મ છે અને વેલ મેકિંગ ફિલ્મ છે. આ ફિલ્મ રોહિત શેટ્ટી સાથે મળીને અમે લોકોએ જોઈન્ટ વેન્ચરમાં પ્રોડયુસ કરી છે. હિન્દીમાં જેમ ‘હેરા ફેરી’ આવી હતી એ ટાઈપની ફિલ્મ છે. આ ફિલ્મ સાથે મારુ બેનર પણ લોન્ચ થઇ રહ્યું છે તો હું બહુ જ ઉત્સાહિત અને આનંદિત છું.

આગળ પણ ફિલ્મો કરતા રહેશે

મેં મરાઠીમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં કેટલીક ફિલ્મો જોઈ છે. અને ’તંબુરો’ રજુ થયા પછી એ ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરીશ. ધીરે-ધીરે મારે રીયલ એસ્ટેટમાંથી રીલ ના વ્યવસાય તરફ ઝુકાવ વધારવો છે. રીઅલ એસ્ટેટ નું કામ તો ચાલુ જ છે પણ આમાં ધીરે-ધીરે અનુભવ લઈને અમારું પોતાનું એક પ્રોડકશન હાઉસ એસ્ટાબ્લિશ કરવું છે.

ફિલ્મોની પસંદગી

ફિલ્મમાં પકડ હોવી જોઈએ. સ્ટારકાસ્ટ કોઈ પણ હોય એનાથી ફરક નથી પડતો પણ એ વાર્તા પ્રેક્ષકોને કનેકટ કરે તેવી હોવી જોઈએ. સ્ક્રિપ્ટ દમદાર હોવી જોઈએ કે ફિલ્મ જોતા-જોતા પ્રેક્ષક એક મિનિટ પણ ફિલ્મ ને મિસ કરવા ના માંગે. સાફ સુથરી અને પારિવારિક ફિલ્મ હોવી જોઈએ. અને એક દર્શક તરીકે હું એ ફિલ્મને જોવું છું. અને પછી જ નક્કી કરૂં છું. અમારી જે શાખ છે એને ધબ્બો લાગે એ રીતે ફિલ્મો બનાવીને પૈસા નથી કમાવવા. આખું ફેમિલી સાથે બેસીને ફિલ્મને માણી શકે એવી જ ફિલ્મો બનાવીશ અને રજુ કરીશ.

આ ફિલ્મમાં હું ‘પી એન્ડ એ’ – કમ પ્રોડ્યાસર તરીકે છું. મેકિંગ એ લોકોએ કર્યું છે અને ‘પી એન્ડ એ’ હું કરી રહ્યો છું. ઈંડિપેંડેન્ટ પ્રોજેકટ પણ કરીશ. પણ હમણાં નહિ. પહેલા હું આ વ્યવસાયને સમજુ, મારી એક ટીમ તૈયાર કરૂં પછી સો ટકા મારુ પ્રોડકશન હાઉસ બનાવીને ફિલ્મો બનાવીને રજુ કરીશ.

’તંબુરો’ ફિલ્મ સાથે જોડાવાનું આકર્ષણ

સૌ પ્રથમ તો ’તંબુરો’ ટાઇટલ જ આકર્ષિત છે. તંબુરો શબ્દોનો આપડે બધા જ લોકો રોજ બરોજ ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એકદમ ફન્ની ટાઇટલ છે. અને બીજું એનું સંગીત મને બહુ ગમ્યું. ટાઇટલ ગીત ’ભાઈ ભાઈ’ ફેમ અરવિંદ વેગડાએ ગાયું છે. એ બહુ સરસ છે. એક ગીત હરિહરનજી એ ગાયું છે. બધા ગીતો સારા છે અને ઓવરઓલ ફિલ્મ કોમેડી છે. અત્યારે બધાની લાઈફ સ્ટ્રેસફુલ છે. નોટબંધી આવી , રીઅલ એસ્ટેટના વ્યવસાયમાં ’રેરા’ આવી ગયું, પછી Gચ્ચ્ર્ આવ્યું. આ બધામાં લોકો ઘણા હેરાન પરેશાન છે. તો તેમને માઈન્ડ ફ્રેશ થાય એવી ફિલ્મ આપવાની વાત છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઇઝ સાથેનો અનુભવ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડિસિપ્લિન છે, કલાકરો પણ ટેલેન્ટેડ અને ડાઉન તું અર્થ છે અને બહુ સારા છે. સાથે- સાથે ગુજરાત સરકારનો પણ સહકાર ઉલ્લેખનીય છે. લોકેશન પર શૂટિંગ સમયે ક્યાંય પણ તકલીફ નથી પડી. જે બીજા રાજ્યોમાં હોય છે. વેઇટિંગ નથી કરવાનું , પરમિશન જલ્દીથી મળી જાય છે. અને આ બધા કારણે મારો અનુભવ બહુ સારો રહ્યો.

No Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *