17 નવેમ્બરે ગુજરાતી ફિલ્મોના પડદે જોવા મળશે નરેન્દ્ર મોદી?

1316 0
latest_gujrati_news_update

દેશના પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અપાર છે, ગુજરાતમાં તો તે મુખ્યમંત્રી હતા ત્યારથી તેમની લોકપ્રિયતાના ડંકા વાગતા હતા. એક વડાપ્રધાન તરીકે, એક મુખ્યમંત્રી તરીકે, એક નેતા, એક રાજકારણી તરીકે અને એક અડીખમ આગેવાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઘણાંના આદર્શ છે. આથી જ બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર અનિલ નરયાની એક ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યાં છે, જેનું નામ છે ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’.

હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું

આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણની વાર્તા અને તેમના સંઘર્ષ આવરી લેવામાં આવ્યો છે. ચાની લારી પર કામ કરવાવાળો એક બાળક દેશનો વડાપ્રધાન કઇ રીતે બને છે, તેની આ વાર્તા છે. આ ફિલ્મ ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી તેમને પ્રેરણા મળે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે.

‘દેશનું દરેક બાળક મોદી બનવા માંગે છે’

ડાયરેક્ટર અનિલે જણાવ્યું કે, ફિલ્મમાં નરેન્દ્ર મોદીની વાર્તા એ રીતે રજૂ કરાઇ છે, જેથી દર્શકોને પ્રેરણા મળે અને સાથે જ તેઓ સમજી શકે કે નરેન્દ્ર મોદી શું વિચારે છે અને કઇ રીતે કામ કરે છે. મને એવું લાગે છે કે, આજે દેશનું દરેક બાળક નરેન્દ્ર મોદી બનવા માંગે છે. અમે આ ફિલ્મમાં વાસ્તવિકતાને જ પડદા પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મારા મત અનુસાર, હાલ પીએમ મોદી દેશ માટે ઘણું સારું કામ કરી રહ્યાં છે, તેઓ માત્ર ફિલ્મના જ નહીં સમગ્ર દેશના હીરો છે અને મારા પણ હીરો છે.

નાના નરેન્દ્ર મોદીના પાત્રમાં આરવ નાયક આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવ્યું છે, કરણ પટેલે. કરણ અત્યાર સુધીમાં એક ડઝનથી પણ વધુ ગુજારતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીના બાળપણનું પાત્ર ભજવ્યું છે આરવ નાયકે. આ સિવાય આ ફિલ્મમાં ઓમકાર દાસ, અનેશા સૈયદ અને હીરાલાલ જેવા કલાકારો મુખ્ય પાત્રમાં જોવા મળશે. આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘પીપલી લાઇવ’માં મેઇન રોલમાં જોવા મળેલ ઓમકાર દાસ આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પિતાના રોલમાં જોવા મળશે.

17 નવેમ્બરના રોજ રિલીઝ થશે ફિલ્મ આ ફિલ્મ 17 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ડાયરેક્ટરની ઇચ્છા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી આ ફિલ્મ દેશભરના લોકો જુએ, આથી ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થયા બાદ તેને અન્ય ભાષાઓમાં પણ ડબ કરવાનો પ્રયત્ન થશે. આ ફિલ્મમાં 3 મોટિવેશનલ સોંગ્સ છે. ફિલ્મનું શૂટિંગ મુખ્ય રૂપે અમદાવાદ, વડોદરા અને સુરતમાં કરવામાં આવ્યું છે.

No Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *